Showing posts with label Good Thoughts. Show all posts
Showing posts with label Good Thoughts. Show all posts

02 March 2011

Really Its Fact... (everyone shuld read this,,)

કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે,

પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો.

આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે. એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો.

આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે. એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય

તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે. એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે.
એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,
જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.
એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં. હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ,
કેમ કે તમને જ નહિ ગમે.
કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે.

એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે. બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો
તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ,
તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે,
તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો
તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.

13 September 2010

Good Thoughts

  • It is not what you do for your juniors/subordinates/children that are important. It is what you teach them to do for them selves.
  • The world suffers a lot, not because of the violence of bad people, but because of the silence of good people.
  • Luck is not in your hands. But work is in your hands. Your works can make your luck but luck can not make
    your works. So always trust yourself.
  •  Everything in life has a beautiful ending. And if it is not beautiful, then be sure, it is not the ending.
  • With lies you may go ahead in the world but you can never come back.
  • It is better to light a candle than to curse the darkness.
  • No one knows what he can do until he tries.
  • Personality has the power to open the doors, but it takes character to keep them open.
  • Success is not a matter of being the best and winning the race, it is a matter of handling the worst and finishing the race. Be positive.
  • Everybody says that mistake is the first step to success. But it is not true. Actually it is the correction of mistake. 
  • We choose our joys and sorrows long before we experience them.

Popular Posts